રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
કોંગ્રેસ માં જોડાયા બાદ હાર્દિક રાજકોટ આવ્યો છે. ઇન્ડિયન યુથ કોંગ્રેસના લાઇવ વીડિયો કોન્ફરન્સના કાર્યક્રમને અનુસંધાને પ્રથમ વખત હાર્દિક રાજકોટ આવ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે,ભાજપ માં નીતિન પટેલ થી માંડી અસંખ્ય લોકો નારાજ છે. ભાજપના નારાજ નેતાઓ યોગ્ય સમય અને યોગ્ય તકની રાહ જોઇ રહ્યા છે. આવા નેતાઓ માટે કોંગ્રેસના દરવાજા ખુલ્લા છે. ટૂંક સમયમાં દેશમાંથી તાનશાહી સરકારનો અંત આવશે. ચોકીદાર છે તો કેમ રાફેલની ફાઇલ ચોરાઇ ગઈ.હાર્દિકે વધુમાં જણાવ્યું હતું કે, વિરોધ કરવાનો દરેકને હક છે. હું મારો વિરોધ કરનાર એક પણ વ્યક્તિને રોકીશ નહીં. જીતુ વાઘાણીના નિવેદન પર જણાવ્યું હતું કે, પાર્ટીના વરિષ્ઠ નેતાઓને આ મામલે રજૂઆત કરીશ. આચારસંહિતા લાગુ થયા બાદ પણ સીએમ બંગલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવતીકાલે હાઇકોર્ટમાં મારી તારીખ છે, મને ખ્યાલ નથી કે ન્યાયાલય મને ચૂંટણી લડવાની મંજૂરી આપશે કે નહીં તે અનિશ્ચિતતા હોવા છતાં હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું. મેં જામનગરથી ચૂંટણી લડવાની ઇચ્છા પાર્ટીના હાઇકમાન્ડની કરે યુવાનોને સંબોધન કરવાનો છું તે કાર્યક્રમનું નામ યુવા શક્તિ રાખ્યું છે. કોંગ્રેસ પાર્ટી વધુને વધુ યુવાનોને તક આપવા ઇચ્છી રહી છે. ભાજપે સરકારી બસનો ઉપયોગ ન કરવો જોઇએ. ભાજપે જાહેરાતો પાછળ અબજો ખરબો રૂપિયા ખર્ચ્યા છે. ભાજપ કોંગ્રેસના નેતાઓને ખરીદી રહી છે.
હાર્દિક ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના ફેસબુક અને ટ્વીટર પર યુવા શક્તિ કી બાત પ્રોગ્રામ હેઠળ સંબોધન કર્યું હતું. જેમાં તેણેજણાવ્યું હતું કે, ગુજરાતમાંથી 400 છોકરીઓ ગુમ થઇ છે તે ઓફિશીયલી માહિતી છે. ગુજરાત મોડલ નથી, ગુજરાતને પૂરી રીતે ખતમ કરી દીધું છે. ગુજરાતમાં આવવું હોય તો અમદાવદ ન આવતા, સૌરાષ્ટ્ર અથવા આદિવાસી વિસ્તારમાં જાજો. લાખો યુવાનોના ભવિષ્ય પર પ્રશ્ન ઉભો થયો છે. ગુજરાત મોડલ જોવું હોય તો ગામડામાંઓ જાવ તો ખબર પડે કે ગુજરાત મોડલ છે કે નહીં. 23 વર્ષનો હતો ત્યારે મને જેલમાં મોકલી દીધો તેમાંય 6 મહિના ગુજરાત બહાર ધકેલી દીધો. અત્યાચારી સરકાર સામે લડીશું.

0 Comments:
Post a Comment