મોરબીના રામધન આશ્રમે સમૂહ યજ્ઞોપવિત, રાંદલ ઉત્સવ અને ધર્મસભા સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

રીપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
>: ૧૪ બટુકોએ યજ્ઞોપવિત ઘારણ કર્યા, ૧૦૮ લોટા રાંદલ સાથે
ગંગા સ્વરૂપ બહેનોના હાથે પૂજન કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો
મોરબીના રામધન આશ્રમ ખાતે આજરોજ સમૂહ યજ્ઞોપવિત, સમુહ રાંદલ ઉત્સવ અને ધર્મસભાનું આયોજન કરવામા આવ્યું છે. આ તકે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને સંતો મહંતોની વિશાળ ઉપસ્થિતિ રહ્યા હતા.
મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આજ રોજ સમુહ ૧૦૮ લોટા રાંદલ ઉત્સવ,૧૪ બટુકોને યજ્ઞોપવિત, ધર્મસભા સહિત  ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે ૫:૩૦ કલાકે યજ્ઞોપવિત વિધિ, સવારે ૯:૩૦ કલાકે ધર્મસભા, બપોરે ૧૨:૧૫ કલાકે બટુકોને ભિક્ષાપાત્ર અને બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ યોજાયો હતો. તો આ તકે ગંગા સ્વરૂપ બહેનોના હાથે માં રાંદલનું પૂજન કરાવી સમાજને નવો રાહ ચિંધ્યો હતો.આ ત્રિવિધ કાર્યક્રમમાં  વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ ધાર્મિક પ્રસંગેને સફળ બનાવવા  ભાવેશ્વરીમા ગુરુ દ્વારકાદાસજી અને રતનબેન ગુરુ ભાવેશ્વરીબેન, મુકેશભકત, સહિત ના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
બાઈટ- મહંત ભાવેશ્ર્વરીબેન રામધન આશ્રમ

બાઈટ- રતનબેન ગુરુ ભાવેશ્ર્વરીબેન રામધન આશ્રમ

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment