ઉપલેટામાં શહીદોને સલામી આપવા ડી.વાય.એફ.આઈ. દ્વારા રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર (ઉપલેટા) : વિપુલ ધામેચા
૨૩ માર્ચ ઈ. સ. ૧૯૩૧ માં આજ તારીખે ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર અને શિવરામ હરિ રાજગુરુએ શહાદત વહોરી લીધી હતી. ક્રાંતિપથના આ ત્રણેય રાહગીરોમાંથી ભગતસિંહને ફાળે વધુ લોકપ્રિયતા આવી.  ઉપલેટા શહેરમાં છેલ્લા ૩૦ વર્ષથી ૨૩ માર્ચના રાત્રે શહીદ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરૂના શહિદ દિવસ નિમિત્તે ડી.વાય.એફ.આઈ. દ્વારા આયોજીત "રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસ" શહેરના વિવિધ માર્ગો પર ફરી ભગતસિંહ ચોકમાં સમાપન થાય છે જ્યાં આ શહીદોને સલામી આપવામાં આવે છે. જ્યારે આજે પણ આ ત્રણેય શહિદોને સલામી આપી જગતના તાત એવા ખેડૂતોને સમર્પિત કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૮૫૭ના વિપ્લવથી માંડીને ભગતસિંહ, ગાંધીજી સુધીના નામી-અનામી દેશભક્તોના બલિદાનોથી અંગ્રેજોથી  દેશને આઝાદી મળી. શહિદ ભગતસિંહ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ  દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અને ઈન્કલાબી સલામી આપવા દેશભક્ત યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહેનતકશ શ્રમજીવીઓ, કર્મચારીઓ, નાના-મોટા વેપારીઓ તેમજ ધંધાર્થીઓ આ મશાલ સરઘસમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા.

બાઈટ : ડાયાભાઈ ગજેરા


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment