મોરબીના લખધીરપુર રોડ પર કોલગેસનો કદળો ઠાલવતા તત્વો બેફામ બન્યા પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઉંઘમાં કોની રહેમનજરથી ગોરખધંધાને અંજામ અપાઈ રહ્યો છે

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી 
                                મોરબી આસપાસ ઠેરઠેર કોલગેસનો કદળો ઉડીને આંખે વળગી રહ્યો છે પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ઐસીતૈસી કરીને કોલગેસનો કદળો  ઠલવાઈ છે
                                 મોરબીમાં લખધીરપુર રોડ પીપળી રોડ શોભેશ્વર રોડને જોડતા રસ્તે અમુક તત્વો દ્વારા એક નહીં અનેક ટેન્કરો ભરી જંગી માત્રામાં કોલગેસનો કદળો ઠાલવી પ્રદુષણ નિયંત્રણ બોર્ડને ચેલેન્જ ફેંકી રહ્યા છે છતા જાણે મોરબીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જેવુ કશુ છેજ નહી તેવુ નજરાણુ કોલગેસના ઠેરઠેર કદળાને જોઈ જોવા મળી રહ્યુ છે ત્યારે સ્થાનિકોનું કેહવું છે કે આ ઠાલવાયેલા કોલગેસના કદળામાંથી પસાર થતા અબોલ જીવો અને પશુઓ ફસડાઈને મૃત્યુ પામી રહ્યા છે તેમજ આ રસ્તે પસાર થતા વાહન ચાલકો પણ લપસીને પડે છે અને નાની-મોટી ઇજાનો ભોગ બની રહ્યા તેમજ આ ગંદકીથી ચામડીના ગંભીર રોગોને આમંત્રણ આપી રહ્યા છે હવે લોકોમાં એવો સવાલ ઉઠવા પામ્યો છે કે આ કોલગેસનો કાદળો કોની રહેમનજર હેઠળ ઠલવાઇ રહ્યો છે અને કોની મિલીભગતથી આ સમગ્ર ગોરખધંધાને અંજામ આપવામા આવી રહ્યો છે તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે સ્થાનિકોનું કેહવું છે કે હદ તો ત્યારે થઈ કે જે સ્થળ પર બાજુમાં જ રાત્રીના ફરજ પર બે જવાનો સતત તૈનાત હોય છે તે જવાનો શુ હપ્તા ઉઘરાવે છે કે એમને દેખાતું નથી ? મોરબીમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જેવું કશું છેજ નથી અને બોર્ડની ઐસી તૈસી કરી કોલગેસ ટેન્કરો ચાલક બેફામ બન્યા છે જેના કારણે અનેક મુંગા અબોલ જીવો આ કદળાનો ભોગ બની રહ્યા છે તદુપરાંત માનવજીવન માટે પણ ખતરારૂપ હોવાથી હવે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ બેફામ બનેલા કોલગેસ કદળાને ઠાલવતા તત્વોને ક્યારે કાબુમાં લેશે તે ચર્ચાનો વિષય બન્યો છે ઉલ્લેખનીય છેકે રૂપિયાના પાવરે કોઈજ કાર્યવાહી નથી થતી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે હવે જોવુ રહ્યુ કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ મેદાને આવી કડક કાર્યવાહી કરે છે કે પછી મ્યાઉની મિંદડી બની કદળો ઠાલવતાના આકાઓ સામે પુછડી પટપટાવે છે

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment