રિપોર્ટર (ભાવનગર) : અર્શદ દસાડિયા
ગઇકાલ તા. ૧૫/૦૩/૨૦૧૯ ના રોજ શાસ્ત્રીનગર શેરી નંબર ૫ માં રહેતા મિતુલભાઇ જયસુખભાઇ રાઠોડ ના પુત્ર અભય ઉ.વ. ૧૨ નો ટ્યુશનમાંથી સાંજના ચાર-સાડા ચાર વાગ્યે પરત ઘરે આવતો હતો અને તેના ઘર પાસે શેરી નંબર ૯ માંથી લીલા કલરની પીળા વુડવાળી પેસેન્જર રિક્ષામાં આવેલ અજાણ્યા માણસોએ અભયનું અપહરણ કરી રિક્ષામાં બેસાડી લઇ ગયેલ આ બાબતે અભય ના પિતા મિતુલભાઇ જયસુખભાઇ રાઠોડે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ રજીસ્ટર કરાવેલ હતી.
ઉપરોક્ત ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે તાત્કાલીક બનાવ સ્થળે પહોચેલ અને બનાવની વિગતે મેળવી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનીષ ઠાકરની રાહબરી નીચે ભાવનગર L.C.B તથા S.O.G. તથા નિલમબાગ તથા બોરતળાવ પોલીસ સ્ટેશન ની જુદી જુદી ટીમો બનાવી અપહત બાળકને છોડાવવા તથા આરોપીઓને ઝડપી પાડવા ઓપરેશન હાથ ધરેલ. ભાવનગર શહેરની *તીસરી આંખ સમાન નેત્ર પ્રોજકટની મદદ થી* અપહરણમાં વપરાયેલ રિક્ષા બાબતે માહિતી મેળવી ટેકનીકલ સેલની મદદથી તપાસ આગળ વધારેલ અને મળેલ હકિકત ઉપરથી વધુ બાતમી હકિકત મળેલ કે, અપહરણમાં વપરાયેલ રિક્ષામાં આરોપીઓ ભોગબનનાર બાળક અભયને ભડીયાદ (પીર) ખાતે લઇ ગયેલ છે અને ત્યાથી અમદાવાદ લઇ જવાની પેરવીમાં છે. જે હકિકત મળતા તુરતજ જુદી-જુદી ટીમો બનાવી ધોલેરા પોલીસનો સંપર્ક કરી ધોલેરા ચોકડી ખાતેથી બજાજ પેસેન્જર રિક્ષા રજી. નંબર GJ 04 AU 3637 માંથી આરોપીઓ *(૧) તોસીફ ઉર્ફે ઘોઘારી S/O રફિકભાઇ જુનેજા ઉ.વ.૧૯ રહેવાસી કુંભારવાડા નારીરોડ મામાની દેરી પાસે કાશ્મીરી કવાટર્સ રૂમ નં. ૪૮૫ ભાવનગર (૨) ગફાર S/O કરીમભાઇ થૈયમ ઉ.વ.૩૬ રહેવાસી વડવા નેરા જુની ગરાસીયાવાડ ભાવનગર (૩) ઇકબાલ ઉર્ફે ચીની S/O લીયાકત હુશેન ફકિર ઉ.વ.૧૯ રહેવાસી કુંભારવાડા નારી રોડ ખાતરવાડી, અંજુબેન ચૌહાણની ઓરડીમાં ભાવનગર* વાળાઓને ઝડપી પાડવામાં આવેલ છે અને ભોગબનનાર અભય S/O મિતુલભાઇ રાઠોડને રિક્ષામાંથી સહી સલામત છોડાવેલ છે. અને ગુન્હામાં વાપરેલ *રિક્ષા નંબર GJ 04 AU 3637 ની તથા મજકુર આરોપીઓ ગુન્હામાં વાપરેલ મોબાઇલ ફોન-૪ મળી કુલ રૂપિયા ૫૩૦૦૦/-* નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આમ ભાવનગર પોલીસ ગણતરીની કલાકોમાં બાળકના અપહરણના ગુન્હાનો ભેદ ઉકેલી નાખેલ છે. આ કામગીરી સફળ બનાવવા મિડીયાના મિત્રોનો પણ ખુબજ સહકાર મળેલ છે. હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે. આ સમગ્ર કામગીરી સફળ બનાવવામાં ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મનીષ ઠાકરની રાહબરી નીચે S.O.G. તથા L.C.B. ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટ તથા L.C.B. ના પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા આર.આર.સેલ ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમાર તથા નિલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે.રબારી તથા ધોલેરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. કરપડા તથા એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. બલવિરસિંહ જાડેજા, મહાવિરસિંહ ગોહિલ, ટી.કે.સોલંકી, હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ, શરદભાઇ ભટ્ટ, બાવકુદાન ગઢવી, અતુલભાઇ ચુડાસમા, મુકેશભાઇ પરમાર, અબ્બાસભાઇ દેવજીયાણી, એલ.સી.બી. સ્ટાફના પોલીસ કોન્સ. રાજેન્દ્રસિંહ સરવૈયા, ચિંતનભાઇ મકવાણા, જયદીપસિંહ ગોહિલ, ઇમ્તીયાઝભાઇ પઠાણ, વિઠ્ઠલભાઇ બારૈયા તથા આર.આર.સેલના હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પો.કો. સોહિલભાઇ ચોકીયા, એજાજખાન પઠાણ તથા નિલમબાગ પો.સ્ટે.ના એ.એસ.આઇ. સર્વેશ્ર્વર શાહી તથા હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહિલ તથા બોરતળાવ પો.સ્ટે.ના પોલીસ કોન્સ. હિરેનભાઇ મહેતા તથા ભીખુભાઇ બુકેરા જોડાયા હતા.

0 Comments:
Post a Comment