સાબરકાંઠા પોલીસની કાર્યવાહી, ભાજપ નેતાના પુત્રની ભીડ સામે જ ધરપકડ કરાતા અગ્રણી નેતાઓ સ્તબ્ધ

રિપોર્ટર (સાબરકાંઠા) : સુનિલસિંહ પરમાર 
સાબરકાંઠા જિલ્લામાં ભાજપનું વિજય સંકલ્પ સંમેલન યોજવા દરમિયાન ભાજપના અગ્રણી નેતાના પુત્રની ધરપકડ કરવાને લઇને ઘેરા પ્રત્યાઘાત ઉઠ્યા છે. મુખ્યપ્રધાન વિજય રુપાણી સંમેલનમાં હાજરી આપવા પહોંચે તે પહેલા જ પોલીસ અને ભાજપના નેતા સી.સી. શેઠના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ કરી લીધી હતી

સાબરકાંઠા ભાજપ માટે જાણે કે એક પછી એક કમઠાણ સર્જાઇ રહી છે. પહેલા પ્રાંતિજના શહેર ભાજપ પ્રમુખ સહીત પાલીકાના ચેરમેન સહીતના નેતાઓ  સામે પોલીસ ફરીયાદ નોંધાઈ જતા ભાજપ સત્તામાં હોવા છતાં પણ ફરીયાદને લઇને મુશ્કેલીમાં મુકાઈ ગયી હતી. હવે ભાજપના નેતાના પુત્રના વિરુધ્ધમાં પણ પોલીસે ફરીયાદ નોંધાતા ભાજપ ચૂંટણી ટાણે જ મુશ્કેલીમાં ફરી એકવાર મુકાઈ ગઇ છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment