રિપોર્ટર (થરાદ) : વસરામ ચૌધરી
ભુજની આરઆરસેલના પોલીસ કર્મચારીઓ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં આવ્યા હતા.દરમ્યાન તેઓ થરાદથી રાહ રોડ પર વડગામડા નજીક જતાં સામેથી એક સફેદ કલરની ક્રેએટા કાર આવતાં જે શંકાસ્પદ લાગતાં પોલીસે તેને રોડ વચ્ચે ઉભા રહીને કારને રોકાવવાની કોશીશ કરી હતી.જોકે તેના ચાલકે થરાદ તરફ ભગાડી હતી.બીજી બાજુ સામેથી બે ટ્રક એકબીજાની ઓવરટેક કરતી આવતાં કારનો ચાલક વડગામડાની સીમમાં ઓઇલ મીલની પાસે રોડની સાઇડમાંથી નિકળવા જતાં તે ફસાઇ ગઇ હતી.આથી ચાલક અને બીજો શખસ કાર મુકી ખેતરોમાં ભાગી છુટ્યા હતા.પોલીસે પાસે જઇને GJ27 AP 2781 નંબરની કારના દરવાજા ખોલીને જોતાં તેમાંથી ૩૩ પેટીમાંથી ૧૨૦૦ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપીયા ૧૨૬૦૦૦ મળી આવી હતી.પોલીસે કાર સહિત કુલ રૂપીયા ૧૦૨૬૦૦૦ નો મુ્દ્દામાલ કબજે લઇ બે શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

0 Comments:
Post a Comment