ચિત્રોડ વરૂડી માતાજીના મંદીર પરિસરમાં રાત્રે ભવ્ય સંતવાણીના ત્રિવિધ પ્રોગ્રામ

સામખીયાળી (રિપોર્ટર) ધનસુખ ઠક્કર : 
                                                           ચિત્રોડ વરૂડી માતાજીના મંદીર પરિસરમાં ચાલતી રામકથામાં આજે સંતો ના આર્શીવાદ સાથે સાંજે મોટી વેશન સ્પીચ અને રાત્રે ભવ્ય સંતવાણીના ત્રિવિધ પ્રોગ્રામનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવીકોને જણાવ્યું હતું.      


આજે કથાના છઠા દિવસે ભારત ભરના રબારી સમાજના શ્રદધા ના કેન્દ્ર સમા વડવાળા ધામ દુધરેજના મંહત શ્રી મહામંડલેશ્વર પ. પુજય શ્રી કનીરામદાસજી બાપુ, મેઘમંડલેશ્ચર રામબાલકદાસબાપુ મંહત શ્રી દુધઈ વડવાળા મંદિર, એકલધામ માતાજી જાગીર ભરૂડીયાના મંહત શ્રી દેવનાથબાપુ અને અન્ય સંતો આર્શીવાદ પાઠવવા હાજર રહેશે.
સાંજે પાંચ વાગ્યે મોટી વેશન સ્પીચ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ દેસાઈ (હાંસપુર) શિક્ષણ અને સંસ્કાર વિષે જાણકારી આપશે તો અર્જુનભાઈ દેશાઈ (વડોદરા) આધુનિક સમયમાં માલધારી સમાજની પ્રગતિ વિષય પર પ્રકાશ પાડી મોટી વેટ કરશે અને રાત્રે ગુજરાતના ગરવા ગાયક બીરજુભાઈ બારોટ, કીરણબેન ગઢવી, વાઘજીભાઈ રબારી, અર્જુનભાઈ મોરવાડીયા સાથે રમજુભાઈ સમા દ્વારા સંતવાણી રજુ કરવામાં આવશે એવું ગોગા યુવક મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment