સામખીયાળી (રિપોર્ટર) ધનસુખ ઠક્કર :
ગત તારીખ 11 - ફેબ્રુઆરીથી રાપર તાલુકાના ચિત્રોડ ગામના હાઈવે પર આવેલ વરૂડીમાતાજી ના પરિસર માં ચાલતી રામકથા માં ત્રીજા દિવસે શિવ વિવાહ ના પ્રસંગને વ્યાસાસને થી પુજય શ્રી વિપુલ શાશ્ત્રીજીએ પોતાની ભાવવાહી વાણીમાં વર્ણવ્યો હતો કથા વિરામ બાદ ગુજરાતના વિશ્ચ પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર અને પ્રેરક વક્તા શ્રી જયભાઈ વસાવડા અને પ્રોફેસર અવનીબેન આલ દ્વારા શિક્ષણના મહત્વને સમજાવાયુ હતું, રબારી સમાજની બાળાઓ દ્વારા બને સાહિત્યકારો ને ભાલે કુમકુમ તિલક કરી આવકાર્યા સાથે રબારી સમાજના ગોગા યુવક મંડળના ભુવાજી વિરમભાઈ અને યુવાનો એ શાલ અને ગીતાજી આપી જય વસાવડા અને પ્રોફેસર અવનીબેન આલ સાથે આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક રીતે પછાત એવા વાગડ વિસ્તારમાં અલ્પ શિક્ષણ ધરાવતા રબારી સમાજની આ કથામાં ત્રીજા દિવસે જય વસાવડાએ જ્ઞાનના મહત્વને શમજાવવા સાથે માલધારી સમાજ ને શૈક્ષણિક રીતે આગળ આવી સમાજમાં પરિવર્તન લાવવા હાકલ કરી હતી,ગુજરાતના યુવાનોને ગુજરાતી સાહિત્યમાં રસ લેતા કરવાનો શ્રેય જેના ફાળે જાય છે એવા જયભાઈ વસાવડા દ્વારા ચાર મુખ્ય ધર્મના સ્થાપકો માલધારી હોવાનું જણાવવા સાથે આયોજકોને અભિનંદન પાઠવી રબારી સમાજ માં આવેલી શિક્ષણ ભુખ ને આયોજકો દ્વારા કથા સાથે પુસ્તક પરબ અને આવા આયોજનથી જ્ઞાન નુ વાવેતર કર્યુ છે જે આગળ જતાં ચોક્કસ વટવૃક્ષ બનશે તો પુર્વ વક્તા અને રબારી સમાજના પ્રથમ ગોલ્ડ મેડાલીસ્ટ પ્રોફેસર અવનીબેન આલ દ્વારા રબારી સમાજમાં ચાલતા કુરીવાજો બંધ કરી દીકરીઓને ભણાવવા પર ભાર મુકવા સાથે આગામી સમયમાં જ્ઞાન હશે તોજ પ્રગતિ થશે એવુ જણાવી પરિવર્તનની હાકલ કરી હતી.
આ પ્રસંગે કથા મંડપ માં કરછ જીલ્લા રબારી ભરવાડ સમાજના પ્રમુખ શ્રી હીરાભાઈ રબારી, ગોપાલક નીગમના પુર્વ ચેરમેન અરજણભાઈ રબારી, પુર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા, ઉધોગપતિ અને પત્રકાર રાજેશભાઇ કુબડીયા, ભરવાડ સમાજના આગેવાન મોતીભાઈ ભરવાડ સાથે સંતો અને આગેવાનો એ હાજરી આપી હતી.

0 Comments:
Post a Comment