રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર સ્પા પાર્લરના ભાગીદારીના ધંધાના પૈસાની લેતીદેતી પ્રશ્ને દરજી પ્રૌઢની હત્યા

રિપોર્ટર (રાજકોટ) : ભરત ભરડવા
                                રાજકોટના યુનિવર્સીટી રોડ ઉપર સ્પા પાર્લરના ભાગીદારીના ધંધાના પૈસાની લેતીદેતી પ્રશ્ને દરજી પ્રૌઢની હત્યા નિપજાવનાર રામનાથપરાના શખ્સને ગણતરીની કલાકોમાં ક્રાઇમ બ્રાન્ચને જામનગરમાં ગુલાબનગરની દરગાહ નજીકથી ઝડપી લઇ આગવીઢબે સરભરા કરી ઓય માળી ઓય બાપા કરાવી દીધા હતા માધાપર ચોકડી પાસે બાઈક મૂકી ઇકો કારમાં જામનગર નાસી છૂટ્યો હતો રાજકોટના કાલાવડ રોડ ઉપર રહેતા હરેશભાઇ મકવાણા નામના દરજી યુવકને યુનિવર્સીટી રોડ ઉપર રવિરત્ન પાર્ક નજીક બાઈક અથડાવી છરીના 22 જેટલા ઘા જીકી મોતને ઘાટ ઉતારી નાસી છૂટેલા રામનાથપરાના ફિરોઝ મેતલીયા નામના મુસ્લિમ શખ્સને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધો હતો અને રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે લાવી આગવીઢબે સરભરા કરી ઓય માળી ઓય બાપા કરાવી દીધા હતા હત્યારાની પ્રાથમિક પૂછપરછમાં પોતે અને મૃતક હરેશ મકવાણાએ અગાઉ ભાગીદારીમાં સ્પા પાર્લર ચાલુ કર્યું હતું જે બંધ કર્યા બાદ પૈસાની લેતી દેતીનો પ્રશ્ન ઉભો થયો હતો તે અંગે વાતચીત કરવા ભેગા થયા બાદ માથાવાકુટ થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું જણાવ્યું હતું હત્યારો ફિરોઝ હત્યા નિપજાવી બાઈક લઈને માધાપર ચોકડીએ પહોંચ્યો હતો અને ત્યાં બાઈક રેઢું મૂકી ઇકો કારમાં બેસી જામનગર જતો રહ્યો હતો ડીસીબી પીઆઇ એચ એમ ગઢવી, પીએસઆઇ અતુલ સોનારા સહિતના સ્ટાફે પીછો કરી જામનગરના ગુલાબનગરમાં આવેલ યા અલીલશાહ પીરની દરગાહ પાસેથી આરોપીને દબોચી લઇ રાજકોટ લઇ આવ્યા હતા 
બાઈટ : મનોહરસિંહ જાડેજા [ ડીસીપી ઝોન 2 રાજકોટ ]



Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment