રિપોર્ટર (બોમ્બે) :
આ કારણે ગયા હતા જેલ :
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર અને કોમેડિયન રાજપાલ યાદવ આ દિવસોમાં ફિલ્મોથી દૂર તિહાર જેલની અંદર પોતાનો સમય વિતાવી રહ્યા છે. ચેક બાઉન્સ થવાના કિસ્સા ની અંદર રાજપાલ યાદવ હાલમાં તિહાર જેલની અંદર સજા ભોગવી રહ્યા છે. આ સમય દરમિયાન તે તિહાર જેલની અંદર રહેતા કેદીઓનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર હાલમાં જ રાજપાલ યાદવ દ્વારા જેલના મંચ ઉપર કવિ સંમેલન નો કાર્યક્રમ આયોજન કર્યો હતો.આ બાબતે વાત કરતાં જેલના કેદીઓ અને એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજપાલ યાદવ ના કોમેડી શો એ દરેક લોકો ને હસાવી હસાવીને લોટપોટ કરી દીધા હતા. સ્ટેજ ઉપર અન્ય કવિઓ પણ આવ્યા હતા. પરંતુ રાજપાલ યાદવના શોએ દરેક લોકોને પેટ પકડીને હસાવ્યા હતા. અને ત્યાં વાતાવરણ હળવું બનાવ્યું હતું. ત્યાંના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે છેલ્લા ઘણા સમયથી તિહાર જેલની અંદર કોઈપણ બોલિવૂડ સિતારાઓ આવ્યા નથી. હાલમાં આ જેલમાં ક્રિકેટર રાજનેતા, ગેંગસ્ટર અને આતંકવાદીઓ છે. પરંતુ આ જેલમાં પહેલી વખત કોઈ કોમેડિયન કેદી બનીને આવ્યો છે. જે દરેક વ્યક્તિઓ સાથે સારો વર્તાવ કરે છે.
જલ્દી જ કરશે પ્લે :
જેલ સાથે જોડાયેલા એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે રાજપાલ યાદવ ઘણી વખત અન્ય કેદીઓ સાથે વાત કરતા નજરે પડે છે. અને આ ક્રિસમસ ઉપર તે એક પ્લે પણ તૈયાર કરી રહ્યા છે, અને તે પોતે આ સમગ્ર પ્લેને ડાયરેક્ટ કરી રહ્યા છે. અને પોતાના આ નાટકને તે ક્રિસમસ ઉપર લોકો સામે રજૂ કરશે.
આ કારણે ગયા હતા જેલ :
રાજપાલ યાદવ એ અત્યાર સુધીમાં 200 કરતાં પણ વધુ ફિલ્મો ની અંદર કામ કરી ચૂક્યો છે. ૪૭ વર્ષના રાજપાલ યાદવ ને ૧ ડિસેમ્બરે કોર્ટે ત્રણ મહિનાની સજા સંભળાવી છે. તેની કંપનીએ એક ફિલ્મ બનાવી હતી. જેના માટે તેણે પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી, અને આ લોન ચૂકવવામાં રાજપાલ યાદવ અસમર્થ રહ્યા હતા. આથી ન્યાયમૂર્તિ રાજીવ સહાય આદેશ કર્યો હતો કે રાજપાલ યાદવને હિરાસત ની અંદર લેવામાં આવે, અને તેને તિહાડ જેલ ભેગો કરી દેવામાં આવે.
દિલ્હીની એક કંપની મુરલી પ્રોજેક્ટ દ્વારા રાજપાલ યાદવ ઉપર પાંચ કરોડ રૂપિયાનો કરજો નહીં ચૂકવવાનો કેસ દર્જ કર્યો હતો. રાજપાલ યાદવે વર્ષ ૨૦૧૦ ની અંદર એક ફિલ્મ અતા પતા લાપતા માં નિર્દેશક નું કાર્ય કર્યું હતું. અને આ કામ કરવા માટે તેણે કરજો લીધો હતો. પરંતુ આ ફિલ્મ યોગ્ય રીતે સફળ ન થતા તેને પૂરતા પૈસા પાછા મળ્યા ન હતા, અને આથી જ રાજપાલ યાદવ કરજા ની અંદર ડૂબી ગયો હતો. જેથી કરીને તેને જેલ હવાલે થવું પડ્યું હતું.


0 Comments:
Post a Comment