બગસરા પાસેના માવજીંજવા પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ નિદાન અને રક્ત દાન કેમ્પ યોજાયો

રિપોર્ટર (અમરેલી) : અશોક મણવર 
                                                           બગસરા પાસેના માવજીંજવા પ્રાથમિક શાળા  ખાતે  સર્વ રોગ નિદાન અને રક્ત દાન કેમ્પ યોજવામાંઆવેલ જેમાં ૧૫૦ અો.પી.ડી. નોધાઈ::નિદાન કરી જરૂરી સારવાર અને દવા આપવામા આવેલ જેનો લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ....
                                                    અમરેલી જીલ્લા ના બગસરા તાલુકાના  માવજીંજવા પ્રાથમિક શાળા ખાતે સર્વ રોગ નિદાન તથા રક્ત દાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં ૧૫૦ અો.પી.ડી. નોધાઈ::નિદાન કરી જરૂરી સારવાર અને દવા આપવા મા આવેલ છે ત્યારે હાલ નિયામક  આયુષ વિભાગ ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી અમરેલીના માર્ગ દર્શન  હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું  જૂના વાઘણીયાના આયોજનથી તેમજ બાળ કેળવણી મંદિર બગસરા પ્રેરિત પ્રાથમિક શાળા ,ગ્રામ પંચાયત ,અેસ.અેમ.સી.માવજીંજવા  આયોજિત પ્રખર બાળ કેળવણીકાર લાલચંદ ભાઈ વોરાના સ્મરણાર્થે તા.૨૧/૨/૧૯ને ગુરૂ વારના રોજ  વિના મૂલ્યે આયુર્વેદ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો . સવારના ૯-૦૦થી ૧-૦૦વાગયા સુધીમાં ૧૭૦ અો.પી.ડી.નોંધાઈ હતી. તમામને સારવાર સાથે દવા અપાય હતી.જયારે અમરેલી ઈન્ડિયન રેડ ર્ક્રોસ સોસાયટીના સહયોગથી રક્ત દાન કેમ્પનું આયોજન કરવામાં આવયું હતું . જેમાં ૩૨ યુનિટ રકત અેકઠું કરવામાં આવયું હતું. કેમ્પમાં ડો.અેલવિશ દેતરોજા , ડો.ધવલ સોજિત્રા , ડો.ગોપીબેન કાલાણીઅે સેવા આપી હતી.આ કેમ્પને સફળ બનાવવા  પ્રાથમિક શાળાના શિક્ષકો ,અેસ.અેમ.સી.ના સભ્યો ,ગ્રામ પંચાયત ના સભ્યો  અને સરપંચશ્રી  તથા બાળ કેળવણી મંદિરના સ્ટાફનો સહયોગ મળેલ......

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment