મોરબીમાં હત્યા પ્રકરણમાં બી ડિવીઝન પોલીસે ભરવાડ યુવાન ને ગણતરીના કલાકોમાંજ છરી સાથે ઝડપી લીધો

રિપોર્ટર (મોરબી) રફીક અજમેરી :
                                                        મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી કાલે સવારે એક યુવાનની છરીના ઘા ઝીકી કરપીણ હત્યા કરવાના બનાવમાં બી ડિવીઝન પોલીસએ ગણતરીની કલાકોમાં જ હત્યારા મિત્રને છરી સાથે ઝડપી લીધો હતો. મૃતક અને આરોપી બન્ને સાથે દારૂ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું પોલીસે જણાવીને આ બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
                                                        મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલી મોચીશેરીમાં રહેતા નિલેશ ઉર્ફે લિબડ ધનજીભાઈ રાઠોડ ઉ.વ.22 નામના યુવાનની ગઈકાલે સવારે મોરબીના વિશિપરા વિસ્તારમાં આવેલ જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસની ગહન તપાસમાં મૃતક નિલેશનો હત્યારો તેનો જ મિત્ર મયુર ઉર્ફે મયલો ભરવાડ રહે વિશિપરા મેઈન રોડ વાળો હોવાનું ખુલ્યું હતું. મૃતક નિલેશ અને મયલો ભરવાડ મિત્રો હતા. બન્ને મિત્રો કઈ કામધંધો કરતા નથી અને સાથે જ દારૂ પીવાની ટેવવાળા છે. કોઈની પાસે પૈસા માંગી તેનો દારૂ પી જઈને વિશિપરામાં આવેલા કોમ્યુનિટી હોલ પાસે પડ્યા પાથર્યા રહેતા હતા.જોકે બને મિત્રો અગાઉ ચોરીના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચુક્યા છે.મૃતક એ ડિવિઝનમાં અને આરોપી બી ડિવીઝનમાં ચોરીના ગુનામાં અગાઉ પકડાયો હતો.આ બને મિત્રો વચ્ચે દારૂ પીવામાં અનેક વખત ઝઘડાઓ થતા રહેતા હતા.બન્ને સવારના 6 વાગ્યાની આસપાસ બનાવવાળી જગ્યાએ સાથે જ હતા અને દારૂ પીવા કે અન્ય કોઈ બાબતે ડખ્ખો થયા બાદ નિલેશ ઉર્ફે મયલો ભરવાડે છ જેટલા છરીના ધા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ખુલ્યું છે. મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે આરોપી મયલા ભરવાડને ગણતરીના કલાકોમાં વિશિપરા વિસ્તારમાંથી છરી સાથે ઝડપી લીધો હતો.અને આરોપીની વધુ પૂછપરછ માટે રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment