સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની અર્થશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની સાથે જાતિય સતામણીના પ્રકરણમાં સંડોવાયેલા ભવનના પ્રાેફેસર રાકેશ જોષી સસ્પેન્ડ

 રાજકોટ (રિપોર્ટર) ભરત ભરડવા :
                                    સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીની અર્થશાસ્ત્ર ભવનની વિદ્યાર્થીની સાથે જાતિય સતામણીના પ્રકરણમાં સંડોવાયેલા ભવનના પ્રાેફેસર રાકેશ જોષીને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ પ્રિન્સીપાલ નીતીનભાઈ પેથાણી અને કુલનાયક ડો. વિજયભાઈ દેસાણીએ લીધો છે.
બહુચર્ચીત આ પ્રકરણમાં રાકેશ જોષીને સસ્પેન્ડ કરવાની સાથોસાથ તેની ગાઈડશીપ પાંચ વર્ષ માટે રદ કરવામાં આવી છે અને હાલ તેની નીચે સંશોધન કાર્ય કરતા વિદ્યાર્થીઆે અન્ય ગાઈડને ફાળવવાનું નકકી કરવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણ એક મહિના સુધી દબાવી રાખનાર અર્થશાસ્ત્ર ભવનના વડા પ્રાેફેસર પી.જી.મારવાણીયા પાસેથી ભવનના વડાનો ચાર્જ લઈ લેવાયો છે અને આ ભવનના અન્ય સિનિયર પ્રાધ્યાપકને ચાર્જ સાેંપવામાં આવશે.સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલનાયક ડો. વિજયભાઈ દેસાણીનો આ બાબતે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કેઆ પ્રકારની ઘટના કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહી આવે અને જે કોઈ સંડોવાયેલા હશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આ સમગ્ર પ્રકરણની તપાસ એન્ટી સેકસ્યુઅલ હેરેસમેન્ટ સેલને સાેંપવામાં આવ્યો હતો. આ સંદર્ભે સંખ્યાબંધ લોકોના નિવેદનો લેવાયા બાદ સેલ દ્વારા આજે કુલપતિ સમક્ષ રીપોર્ટ મુકવામાં આવ્યો હતો અને રીપોર્ટ મળ્યા બાદ તાત્કાલીક કડક કાર્યવાહી કરવામાં આવી છે.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment