રિપોર્ટર (સામખીયાળી) :ધનસુખ ઠક્કર
સ્વ. નિતાબેન વિકાસ ભાઈ રાજગોરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે, સ્વ. નીતા બહેનના પતિ અને ભચાઉ શહેર વિસ્તાર વિકાસ મંડળના પુર્વ ચેરમેન સાથે શહેરની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા બ્રહ્મ સમાજ ના અગ્રણી શ્રી વિકાસભાઈ રાજગોર દ્વારા, શ્રી સ્વામી વિવેકાનંદ માનવ સેવા ટ્રસ્ટ સંચાલીત "સરસ્વતી સંસ્કાર કેન્દ્ર" નું શહેરના અલ્પશિક્ષિત અને મહદ્ અંશે રબારી, ભીલ, કોળી, અને શ્રમિકો ની વસ્તી ધરાવતા જુનાવાડા વિસ્તારમાં, વર્ષોથી ભંગાર હાલતમાં પડેલી ભીલ સમાજવાડી નુ રિનોવેશન કરાવી ત્યાં, સંસ્કાર કેન્દ્ર, નિરક્ષર બહેનોને અક્ષરજ્ઞાન અને જીવદયા ના કાર્ય માટે પક્ષીચણ ચબુતરાનું વિતરણ કરીને વિકાસભાઈ દ્વારા સ્વ. નીતાબેનની સ્મૃતિને કાયમ રાખવા એક પ્રેરણા દાઈ કદમ સાથે શહેરના છેવાડાના વિસ્તારમાં જ્ઞાનદિપ પ્રજ્વલિત કર્યો છે.
શહેરના પછાત અને અલ્પશિક્ષિત એવા જુનાવાડા વિસ્તારમાં તા - ૨૨- ફેબ્રુઆરીના સાંજે પાંચ વાગ્યે, સંધ્યાગીરી બાપુ વેદ વિધાલયના આચાર્ય શ્રી વિપુલ શાશ્ત્રીજી એ મંત્રોચ્ચાર સાથે સંત સ્વામીનારાયણ સંત રાધે સ્વામી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસીંહ જાડેજા, અને અગ્રણીઓ દ્વારા ખુલ્લા મુકાયેલા આ સંસ્કાર કેન્દ્રમાં દિપપ્રાગટય બાદ મોરી વાળા હનુમાનજી મંદિરના વિશાળ પ્રાંગણમાં, સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં શહેરની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ અને શહેરી જનોએ હાજરી આપી સ્વ. નિતાબેનને યાદ કરી એમના આત્માને શાંતિ માટે બે મીનીટ મૌન પાડવા સાથે આ સંસ્કાર કેન્દ્ર દ્વારા ચાલુ થનાર પ્રવૃતિઓનો અગ્રણીઓ દ્વારા ચીતાર આપવામાં આવ્યો હતો, આ પ્રસંગે નગરપાલિકા ના પ્રમુખ શ્રી કુલદીપસીંહ જાડેજા એ નિતાબેનની પુણ્યતિથિ એ પુલાવામા ના શહિદોની યાદમાં મોરી વાળા હનુમાનજી મંદિરના વિશાળ પ્રાંગણમાં પાંત્રીસ સોથી ચાર હજાર જેટલા વૃક્ષો વાવવાની જાહેરાત કરી હતી.
શ્રી સ્વામી વિવેકાનંદ માનવ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી અને
કે.ડી.સી.સી બેંકના ડાયરેક્ટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ ઉમીયાશંકર મારાજ, અંબેધામમંદીર ના શ્રી અવિનાશભાઈ જોશી, શ્રી વાસુદેવભાઈ મહારાજ, શહેર ભાજપ યુવા પ્રમુખ ગંભીરસિંહ જાડેજા સાથે તાલુકા ભાજપ મિડિયા સેલના કન્વીનર ધનસુખભાઇ ઠક્કર, એસ.આર.પી. ના ડી.વાય.એસ.પી. શ્રી શર્મા સાહેબ, અશ્વીનભાઈ ઠક્કર અને સંતોએ વિકાસભાઈના આ કાર્યને નિતાબેનની પુણ્યતિથિએ રચનાત્મક વિચારોથી શહેરને એક સંસ્કાર કેન્દ્ર આપવા બદલ વિકાસભાઈ ને બીરદાવ્યા હતા. પક્ષીઓ માટે ચણઘર નુ વિતરણ કરવામાં આવ્યુ હતું જેમાં ૬૦ ચણઘર સ્થળ પર વિતરણ કરવા સાથે વધુ ચણઘર માટે શ્રી સ્વામી વિવેકાનંદ મા,નવ સેવા ટ્રસ્ટનો સમ્પર્ક કરવા જણાવ્યું હતું
સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન તાલુકા ભાજપના ઉપપ્રમુખ અનીલભાઈ સાધુએ કર્યું હતું.

0 Comments:
Post a Comment