મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોઓએ પડતર પ્રશ્રે સરકાર સામે મોરચો માંડ્યો

રિપોર્ટર (મોરબી) : રફીક અજમેરી
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા કાર્યક્રમ આપી સાંસદ અને ધારાસભ્યને આવેદન પાઠવી વિરોધ પ્રદર્શન કર્યુ
મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પડતર પ્રશ્ને અંગે યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે શિક્ષકોએ સેવાસદન ખાતે પ્રતિક ધરણા કરીને સરકારનો વિરોધ કર્યો હતો ત્યારે એક તરફ નેતાઓ વિકાસના નામના ગુણગાન ગાય જે તો વિકાસનો વિરોધ કરતા સરકારી કર્મચારીઓ વિકાસને લઈને વિવિધ પ્રકારના પ્રદર્શન કરી પડતર પ્રશ્ન અંગેની માંગણીઓને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી છે જેમાં જાણવા મળતી વિગત મુજબ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી સેવાસદન ખાતે વિરોધ પ્રદર્શન કરી સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર સુપ્રત કરી શિક્ષકોની સિન્યોરિટી ઉચ્ચતર પગાર ધોરણ સહીતનો લાભ આપવા પડતર પ્રશ્રોને ઉકેલવાની રજુઆતને સરકાર સુધી પહોંચાડવા માંગ કરી હતી ઉલ્લેખનીય છેકે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકો ઘણા સમયથી તેમના પડતર પ્રશ્ને સરકાર સામે બાયો ચડાવી તબક્કાવાર આંદોલન ચલાવી રહ્યા છે છતા સરકારે તેમના પ્રશ્નનો કોઈ ન લાવી ઉદાસીન વલણ યથાવત રાખતા મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ લડતના મંડાણ કર્યા છે જેમા મોરબી જિલ્લા પ્રાથમિક સંઘના પ્રમુખ મણીલાલ સરડવા અને મહામંત્રી વિરામભાઈ દેસાઇની આગેવાનીમાં ૩૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોએ મોરબી લાલબાગ સેવાસદન ખાતે મામલતદાર કચેરી બહાર પ્રતિક ધરણા કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ તેમજ આ અંગે સાંસદ અને ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી ન્યાય મેળવવા માંગ કરી છે તેમ છતા સરકાર ઉદાસીન વલણ અપનાવશે તો આગામી સમયમાં સરકારને ઢંઢોળવા શિક્ષકો ઉગ્ર આંદોલનને વેગવંતુ બનાવશે તેમજ આગામી ૧૧ ફેબ્રુઆરીથી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન શિક્ષકો શાળામાં કાળી પટ્ટી બાંધી ફરજ બજાવી વિરોધ પ્રદર્શન કરશે તેમજ ૧૫ અને ૧૬ તારીખના ગાંધીનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાના પ્રતીક ધરણા પ્રદર્શનમાં મોરબી જિલ્લાના શિક્ષકો હાજરી આપશે ત્યારે આજની મોંઘવારીમાં ધારાસભ્યશ્રીઓ અને નેતાઓના પગાર વધારે થાય છે ત્યારે આ શિક્ષકો જે પાયાના પથ્થર તરીકે સંસ્કારનું સિંચન કહેવાય તે શિક્ષકો સાથે અન્યાય થતો હોય તેવું લાગી રહ્યું છે હાલ આ કારમી મોંઘવારીમાં આર્થિક સંકડામણ ભોગવી જે તે સમયે વિદ્યા સહાયકો એક સાંધે ત્યા તેર તુટે જેવી પરિસ્થિતિ વચ્ચે વિકાસની વાતો કરનારા નેતાઓ પાયાના પથ્થર સમા શિક્ષકોનો પ્રશ્ન હળવો કરી ખરો વિકાસ કરે તેવી લાગણી અને માંગણી સાથે મોરબી સેવાસદન કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરી વિરોધ પ્રદર્શન સાથે આંદોલન છેડ્યુ છે
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment