ચાંદખેડાની સત્યમેવ હોસ્પિટલ પાસેની ઘટના

ચાંદખેડામાં બાઈક ઉપર આવેલા લુટારુએ મહિલાના ખભે ભરાવેલુ પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાએ પર્સ ફિટ પકડી રાખતા લુટારુ બાઈક સાથે રોડ ઉપર પટકાયો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરતા ભેગા થઇ ગયેલા લોકોએ લુટારુને ઝડપી લઇ પોલીસને સોંપી દીધો હતો. 

ચાંદખેડા સત્યમેવ હોસ્પિટલ પાછળ આવેલી ગ્રીનઓરા સોસાયટીમાં રહેતાં પરમિન્દરકોર મનજિતસિંહ (30) શનિવારે રાતે 9 વાગ્યે નોકરી પૂરી કરીને બીઆરટીએસમાં બેસીને ચાંદખેડા ઉતર્યાં હતાં અને ત્યાંથી ચાલતાં ઘર તરફ જઇ રહ્યાં હતાં. રાતે 10.40 વાગ્યે પરમિન્દરકોર સત્યમેવ હોસ્પિટલ પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે પાછળથી બાઈક ઉપર આવેલો રાકેશ પરમાર( અંબિકાનગર ચાંદખેડા) નામનો લુટારુ તેમની નજીક આવ્યો અને ખભે ભરાવેલું પર્સ લૂંટવા હાથ નાખ્યો હતો. પરંતુ પરમિન્દરકોરે પર્સ ફિટ પકડી રાખ્યું હોવાથી લુટારુ લઇ શક્યો ન હતો. 

ત્યારબાદ રાકેશે ફરીવાર પર્સ લૂંટવાનો પ્રયાસ કર્યો પરંતુ પરમિન્દરે પર્સ ફિટ પકડી રાખતા તેનું બાઇક સ્લીપ થતાં તે સ્લીપ થયો અને લોકોએ ઝડપી લીધો હતો. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment