ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી પર જાતિય શોષણનો આરોપ

મુંબઈ: 
ગત વર્ષે #Me Too અભિયાન અંતર્ગત મહિલાઓેએ પોતાની વિરુદ્ધના જાતીય અપરાધો અંગે મુક્તપણે જાહેરમાં વાત કરવાનું શરૂ કર્યુ, જેમાં એક્ટર આલોકનાથથી લઈને કેન્દ્રીય મંત્રી એમ. જે. અકબર સહિતના અનેક નામો પ્રકાશમાં આવ્યા હતા. 
 હવે જાણીતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી વિરુદ્ધ પણ એક મહિલાએ જાતીય સતામણીના આરોપ લગાવ્યા છે. એક અહેવાલ મુજબ, હિરાણી પર "સંજુ" ફિલ્મમાં તેમની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહેલી મહિલાએ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે.
હિરાણીએ આરોપોને ફગાવી દીધા હતા અને આ મામલે તમામ પ્રકારની તપાસ માટે તૈયારી બતાવી હતી. પીડિતાએ આ અંગે વિધુ વિનોદ ચોપડાને પણ ઈમેલ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ચોપડાએ તેને સાથ આપવા તૈયારી પણ દર્શાવી છે. પીડિતાના મુજબ તેના પિતાની અસાધ્ય બીમારીના કારણે હિરાણીની હરકતોનો વિરોધ કરી શકી નહોતી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment