ગરીબોને ખવડાવીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ





લોકો અત્યારે દેખાદેખીમાં જન્મદિવસની ઉજવણી હોટેલમાં કે પાર્ટી પ્લોટમાં કેક કાપીને કરે છે ત્યારે વિરમગામના રહેવાસી મદીનાબેન પૂર્વ મ્યુ કાઉન્સિલર ના દીકરા અલતાફભાઇઅે પોતાના પુત્ર જૈનુલઆબેદીન ના જન્મદિવસને કંઇક અનોખી રીતે મનાવાનુ નક્કી કર્યુ અને છેલ્લા ઘણા સમયથી ગરીબોને ભોજન કરાવતા ગરીબ અેકતા કમિટી ના અશરફભાઇ નો સંપર્ક કરીને
ફૂટપાથ પર સુતા ગરીબોને કોઇપણ જાતના નાતજાતના ભેદભાવ વગર ભોજન પીરસીને પોતાના પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી હતી ભૂખ્યાને ભોજન ખવડાવીને કળિયુગમાં સતયુગના દર્શન કરાવ્યા હતા આવી રીતે જન્મદિવસ ની અનોખી ઉજવણી કરીને સમાજને એક નવી રાહ બતાવી છે અને પ્રેરણારૂપી કાર્ય કરેલ છે.ઉલ્લેખનીય છે કે જૈનુલઆબેદિન હાલ ધોરણ છમાં અભ્યાસ કરે છે અને અગિયારમાં વર્ષમાં તેણે પ્રવેશ કર્યો છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment