મુંબઈ:
લોકસભાની ચૂંટણી અગાઉ ગઠબંધન નહિ થવાની સ્થિતિમાં પોતાના પૂર્વ સહયોગી પક્ષોને હરાવવા અંગે ભાજપ વડા અમિત શાહની ટિપ્પણી શિવસેનાને માકફ આવી નથી. સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા હતા કે તેમની પાર્ટીને હરાવનાર હજુ સુધી જન્મ્યો નથી. ઉલ્લેખનીય છે કે શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારમાં ભાજપની સહયોગી પાર્ટી છે.
અમિત શાહની ટિપ્પણીની ટીકા કરતાં ઠાકરેએ જણાવ્યું કે 'મેં કોઇની પાસેથી 'પછાડી દઇશું' જેવા શબ્દો સાંભળ્યા છે. શિવસેનાને હરાવનાર હજુ જન્મ્યો નથી.' ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી અગાઉ મોદી લહેર પર નિશાન તાકતાં ઠાકરેએ મુજબ શિવસેનાએ તેની યાત્રામાં અનેક લહરો જોઇ છે. તેનાથી વિપરીત શિવસેનાએ ચૂંટણી અગાઉ રામ મંદિરનો મુદોમએટલા માટે ઉઠાવ્યો હતો કે તે આ મુદાનો ચૂંટણીલક્ષી ઉપયોગ કરનારાઓનો પર્દાફાશ કરી શકે.
ઠાકરેએ સવાલ કર્યો હતો કે અમને જણાવો કે કોંગ્રેસ કેવી રીતે મંદિરના નિર્માણમાં અવરોધ ઊભી કરી રહી છે. કોંગ્રેસને તેના કામનું ફળ ૨૦૧૪માં મળી ગયું હતું. પાર્ટીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ પણ મળી શક્યું નથી.
આમ હવે જ્યારે ભાજપ લોકસભા ચૂંટણી પહેલાં એનડીએને મજબૂત બનાવવા પ્રયત્ન કરી રહ્યું છે ત્યારે તેના સૌથી જૂના સહયોગી શિવસેનાના આકરા વલણો નડી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરેએ વર્લી વિસ્તારમાં એક જાહેરસભામાં ઉપરોક્ત પ્રતિક્રિયા આપી હતી.
ઉદ્ધવે મુજબ, નીતિશ કુમારની જદયુ અને રામવિલાસ પાસવાનની લોજપા જેવી ભાજપની સહયોગી પાર્ટીઓ વિરોધ કરી રહી છે ત્યારે તે મંદિરનું નિર્માણ કેવી રીતે કરશે. ભાજપે આ મામલે તેની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ.
0 Comments:
Post a Comment