દિલ્હી પોલીસ ની મોટી કાર્યવાહી

આતંકવાદીઓ વિરૂદ્ધ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે મોટી કાર્યવાહી કરી છે. જમ્મૂ કાશ્મીર પોલીસની સાથે મળીને સ્પેશિયલ સેલે બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યા છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શોપિયાંથી બન્નેની ધરપકડ કરી છે. જેમાં એક સગીર પણ સામેલ છે
 દિલ્હી પોલીસે જણાવ્યું કે, આ લોકો દેશના ઉત્તરીય ભાગોમાં હથિયાર ખરીદી રહ્યા હતા, જેનો ઉપયોગ જમ્મૂ કાશ્મીરમાં ટારગેટ કિલિંગ માટે કરવામાં આવે છે. પોલીસે જણાવ્યું કે, 11 જાન્યુઆરીની સાંજે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમે શોપિયાં પોલીસની સાથે મળીને શોપિયાં વિસ્તારથી જ હિઝબુલ મુઝાહીદ્દીનના શંકાસ્પદ આતંકવાદીઓને પકડ્યા છે. જેમાંથી એક સગીર છે, જ્યારે બીજાનું નામ કિફાયતુલ્લાહ બુખારી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કિફાયતુલ્લાહ હિઝબુલ મુઝાહીદ્દીનના એરિયા કમાન્ડર નાવીદ બાબૂના સંપર્કમાં હતા. નાવીદ બાબૂ પહેલા જમ્મૂ કાશ્મીર પોલીસમાં હતા, પરંતુ 2017માં આ પોલીસના ચાર હથિયાર લઇને ભાગ્યા હતા અને જઇને હિઝબુલ મુઝાહીદ્દીનમાં સામેલ થઇ ગયા હતા.કિફાયતુલ્લાહ હિઝબુલમાં સામેલ હોવા માંગતા હતા. પોલીસનાં જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક મહિનાથી તેઓ શંકાસ્પદને ટ્રેક કરી રહ્યા છે. જે ઉત્તર ભારતથી હથિયાર ભેગા કરી રહ્યા છે. પોલીસે આ પહેલા બે શંકાસ્પદોની ધરપકડ કરી તેમની પાસેથી હથિયાર ઝપ્ત કર્યા હતા, જે ઉત્તર ભારતના હથિયારોને ચોરો પાસેથી ખરીદ્યા હતા.આ વચ્ચે પોલીસને ખબર મળી હતી કે હિઝબુલના સંદિગ્ધ દિલ્હી એનસીઆરમાં નાના હથિયાર ખરીદવા પહોંચ્યા છે, પોલીસનું કહેવું છે કે નાના હથિયાર ટારગેટ કિલિંગના ઉપયોગ કરવામાં આવે છે. પોલીસને જ્યારે આ જાણકારી મળી તો પોલીસે નજર રાખવાની શરૂ કરી દીધી. ત્યારબાદ પોલીસની એક ટીમ શોપિયાં પહોંચી અને ત્યાંની પોલીસની મદદથી કિફાયતુલ્લાની ધરપકડ કરી લીધી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment