રિપોર્ટર સોમનાથ:
જેમ જેમ લોક સભા ની ચૂંટણી નજીક આવી રહી છે.તેમ તેમ રાજકીય પાર્ટી ઓ પણ સક્રિય થવા લાગી અને રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે.એક જગ્યા એ વેરાવળ શહેરમાં ભાજપ દ્વારા ખાટલા બેઠક નું આયોજન કરાયું છે તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા વોડ વાઇસ ફરિયાદ નિવારણ કેમ્પ નું આયોજન કરાયેલું હતું જેના ભાગ રૂપે કોંગ્રેસ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ના અધિક સ્થાને કેમ્પ નું આયોજન કરાયું હતું જેમાં રહેવાસીઓ દ્વારા રસ્તા,ગટર,ગંદકી અને સફાઈ જેવા મુદાવો લઈ ભાજપ સંચાલીત નગર પાલિકા વિરુધ્ધ ઉગ઼ રોષ વ્યક્ત કરી આવનાર ચૂંટણી માં જે પાર્ટી આ
વિસ્તારના કામ કરશે તેને જ મત આપવામાં આવશે તેવું લોકો દ્વારા રજુઆત કરાઈ હતી.ફરિયાદ નિવારણ કેમ્પ માં ધારાસભ્ય વિમલભાઈ, કોંગ્રેસના મહિલા પ્રમુખ ઉષાબેન કુશકીયા,કાજલબેન લાખની, અસ્વીનભાઈ સુયાણી,સબ્બીરબાપુ કાદરી,અલ્તાફભાઈ ચૌહાણ તેમજ ગણા લોકો જોડાયા હતા.
0 Comments:
Post a Comment