11 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં ભારતનો વિજય, ઓસ્ટ્રેલિયાને 31 રનથી કચડ્યું

ભારતે એડિલેડ ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને ૩૧ રનથી હરાવીને ઈતિહાસ સર્જ્યો છે. પહેલી વખત ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે. ઑસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં વિજય મેળવવા માટે 323 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. પરંતુ પાંચમાં દિવસે ટીમ રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારતે ચાર મેચની સીરીઝમાં 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારતે જાન્યુઆરી ૨૦૦૮ બાદ પહેલી વખત ઓસ્ટ્રેલિયામાં કોઈ ટેસ્ટ મેચ જીતી છે. ૨૦૦૮માં ભારતે પર્થમાં ઓસ્ટ્રેલિયાને ૭૨ રનથી હરાવ્યું હતું. ચેતેશ્વર પુજરાએ પહેલા દાવમાં ૧૨૩ રન અને બીજા દાવમાં ૭૧ રનોની ધુંઆધાર બેટિંગ કરીને મેન ઓફ ધી મેચનો ખિતાબ મેળવ્યો છે. પુજારાએ ભારત માટે સંકટમોચન બનીને ભારતીય ટીમના ઐતિહાસિક વિજયમાં પોતાનું નોંધપાત્ર યોગદાન આપ્યુ હતું. ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બુમરાહ, શમી અને અશ્વિને 3-3 વિકેટ ખેરવી હતી. આ ટીમ ઈન્ડિયાનો 11મો વિજય છે જ્યારે એડિલેડ મેદાનમાં 15 વર્ષ બાદ વિજય મેળવ્યો છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment