ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિનો મુઠ્ઠી ઊંચેરો મૂક સમર્પિત સેવક સિનિયર સિટીઝન

ચીફ બ્યુરો : ધનસુખ ઠક્કર (કચ્છ)
આ ભુજ નવી જથ્થાબંધ શરાફ બજાર ગૌ સેવા સમિતિના એક સીનિયર સિટીઝન અને રાજગોર સમાજના સામાન્ય વર્ગના ગરીબી રેખા નીચે જીવન નિર્વાહ કરી રોજેરોજનું આ હાથલારી પર મજુરી કામ કરતાં કરતાં ખાનારા મૂળ માંડવી તાલુકાના ગામ રાજડા ના હાલે ભુજ તાલુકાના મિરઝાપર ગામ યક્ષ દબાણ નગરી ખાતે રહેતા *લાભશંકર (લાભુ) શિવશંકર (મોતા) રાજગોર* જ્યારથી ભુકંપ આવ્યા બાદ *ઈ. સ. વર્ષ ૨૦૦૪* થી નાના પાયે શરૂ થયેલ ભુજ શહેરના ભુકંપના હોનારતમાં અવસાન પામેલા દિવગંત પવિત્ર પાવનકારી આત્માઓની શ્રધ્ધાંજલી રૂપે જીવદયા પ્રવૃત્તિઓમય સમિતિમાં જોડાયા તથા જ્યારથી આ મજુરી કરી ગુજરાન ચલાવે છે
ત્યારથી ભુજ શહેરની ગઢરાંગ અંદરની તથા બહારની *ધાર્મિક ગૌશાળાઓમાં ખડ, ભૂંસો* ભુજ નવી જથ્થાબંધ બજાર માર્કેટ યાર્ડથી ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ ચોમાસુ હોય કે ભયંકર ઠંડી અને ભર ઉનાળામાં પ્રખર તાપમાન હેઠળ એકદમ ગરમીમાં લૂ જેવા ગંભીર વાતાવરણમાં પગમાં ચંપલ પહેરી હોય કે નહીં ઉગાડે પગે પરસેવે રેબઝેબ થઈ ભૂખે પેટે દસ કિલોમીટર વિસ્તારના એરીયામાં પહોંચાડી આવે છે એક પણ રૂપિયો લીધાં વિના પ્રથમ અગ્રતાક્રમ આ સેવાયજ્ઞને આપે છે પછી રોજગારી રળી રહે છે તથા કૂતરાઓને રોટલાઓ અને રોટલીઓનું નિરણ ઘરેથી નીકળી અને રોજગારીના સ્થળ સુધી પહોંચી જાય ત્યાં લગી સવારે અને સાંજે પરત ઘરે પહોંચી જાય ત્યાં સુધી નિયમિત દરરોજ નિત્યકર્મ મુજબ જ્યાં જુએ ત્યાં ત્યાં શ્વાનોને સમિતિ તરફથી મળે તે *બાજરાના* રોટલાઓ અને *ઘઉંની* રોટલીઓનું નિરણ પ્રેમ પુર્વક કરાવી પછી જ રોજગારી પર જવું અને તે બાદ ભોજન કરવું આ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે સાથે સાથે સવારે પક્ષીઓને ચણ નિયમિત દરેક રસ્તે આવતાં નાના ધર્મ સ્થાનોમાં *જુવાર* નિરણ કરાવતાં કરાવતાં જવાનું અને જ્યારે જથ્થાબંધ બજાર *જાહેર રજા* ના દિવસે કે અન્ય કોઈ કારણસર *બંધ હોય* ત્યારે આ સમયગાળાનો એકદમ સાચો સારી સુંદરતાપૂર્વક સશક્ત બની અબોલા દરેક જીવોના જતનની જ્યોત જગાવી સક્ષમતા સાથે સામર્થ્યવાન સંસ્કારી પરોપકારી પરમાર્થી પરીશ્રમી પુરૂષાર્થી પ્રમાણિકતાથી પરીણામલક્ષી પારદર્શકપૂર્વક પોઝીટીવ પરફોર્મન્સ વર્ક કરે છે જેવી કે ગૌ સેવા ગામે ગામ દર રવિવારે પાંજરાપોળમાં લીલા ઘાસચારાનું નિરણ કરાવવામાં હરહંમેશ સમર્પિતભાવે તત્પર તથા ભુજ નજીક કે તેમનાં નિવાસ સ્થાન આસપાસ કોઈ બીમાર હોય કે પછી અકસ્માતગ્રસ્ત કે પછી ખાડામાં પડી ગયેલ કોઈપણ અબોલા જીવો હોય તેમને બચાવવા માટે જરાય વિલંબ કર્યા વગર તાત્કાલીક અસરથી તનતોડ મહેનત કરી ભરપૂર પ્રયાસ કરી જતનની જહેમત ઉઠાવી રહ્યા છે વળી પોતાનો હોય કે પછી પોતાના પરિવારજનોના કોઈપણ સદસ્યો ના જન્મોત્સવ પર્વ હોય કે પિતૃદેહોના પૂણ્યતીથીની ઊજવણી એમાં પણ પોતાની આર્થિક સ્થિતિ અનુસાર યોગદાન અબોલા જીવોના જતનની સેવામાં આપી ને જ કરે છે વળી દર મહિને રેગ્યુલર રોજગારીની આવકમાંથી પહેલાં આવી સેવામાં રોકડ રકમનું અનુદાન અથવા અન્નદાન કે પછી લીલા ઘાસચારાનું નિરણ કરાવે જ પછી ઘર માટે નિભાવ ખર્ચ કરે છે સદાબહાર આ સેવાના સાચા શાનદાર સારથીને સન્માન આપવું તથા પ્રોત્સાહિત કરી મદદરૂપ થવું ખૂબ જ જરૂરી છે આજના વર્તમાન સમયમાં.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment