ડભોઇ-વાઘોડિયા રોડ પરથી દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો

ચીફ બ્યુરો : સુભાષ મિશ્રા (વડોદરા)
ડભોઇ. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ડભોઇ નજીક તરસાણા ચોકડી ખાતે વોચમા હતા. ત્યારે બાતમી મળેલ કે છોટાઉદેપુર તરફથી એક કાર ભારતીય બનાવટનો વિદેશીદારુ ભરીને ડભોઇની કળધરા વસાહતમાં જવાનો છે. જે બાતમી આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર પુર ઝડપે આવતી નજરે ચઢતા તેને રોકવાનો ઇસારો કરવા છતા ઉભી ન રાખી ઢોલાર તરફ હંકારી જતા વસઈની આગળ કાર પહોંચતા પાછળ ફીલ્મી ઢબે પીછો કરતી પોલીસની ધાકે આખરે કાર માર્ગની બાજુના ખાડામાં ઉતારી દેતા પોલીસે ચાલકને ઝડપી પાડ્યો હતો.
પોલીસે નામઠામ પુછતા તેને પોતાનુ નામ હાબુ ઇન્દરસિંગ કલેશ રહે. ભીમ્બયડા, બવાડી. તા.જિ.અલીરાજપુર(એમ.પી.)નો હોવાનુ જણાવ્યું હતું. કારની તપાસ કરતા કારમાંથી વિદેશી દારુનો જથ્થો મળી આવતા કુલ મુદ્દામાલ કિ.રુ. 1,63,770 નો કબ્જે લઈ પ્રોહીબીશન ની કલમ હેઠળ ઝડપી પાડી ડભોઇ પોલીસ ને સુપ્રત કર્યો હતો.
Share on Google Plus

About Abhivyakti

0 Comments:

Post a Comment