રાજકોટ શહેરમાં 75000 ની નકલી નોટો સાથે એક શખ્સ પકડાયો

ચીફ બ્યુરો (રાજકોટ) : ભરત ભરડવા 
રાજકોટ શહેરમાં છાનેખૂણે ઘરમાં જ નકલી ચલણી નોટનો કાળો કારોબાર ચાલતો હોય તેવી માહિતીના આધારે શહેર એસઓજીએ આસ્થા રેસિડેન્સી પાસે લક્ષ્મણ ઝુલા પાર્ક શેરી નં.3માં ઓમ નામના મકાનમાં નકલી ચલણી નોટ છાપવાનું કારસ્તાન ચાલતું હોય તેને લઈને આ મકાનમાં ત્રાટકતા ૭૫ હજારની નકલી ચલણી નોટો સાથે એક શખ્સને ઝડપી નોટ છાપવાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. એસઓજી પોલીસને બાતમી મળી હતી કે આસ્થા રેસિડેન્સી પાછળ લક્ષ્મણ જુલા પાર્ક શેરી નં.3માં ‘ઓમ’ નામના મકાનમાં નકલી નોટ છાપવામાં આવી રહી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી મકાન માલિક અરવિંદ ધીરૂભાઈ અકબરીને પકડી લીધો હતો. પોલીસે અરવિંદ પાસેથી 2000ના દરની 33 નકલી નોટ, 500ના દરની 12 બનાવટી નોટો, 200ના દરની 15 બનાવટી નોટ, 500ના દરની 4 ઓરીજનલ નોટ ઉપરાંત કલર પ્રિન્ટર, પ્રિન્ટરનો કેબલ, કાચનો ટુકડો, કટર, કોરા-સફેદ કાગળ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
 બે દિવસ પહેલાં ગાંઠિયાની દુકાને 200ની નોટ ચલાવી લીધી 
નકલી નોટ છાપતાં પકડાયેલા અરવિંદ અકબરીએ બે દિવસ પહેલાં 200 રૂપિયાની નકલી નોટ એક ગાંઠિયાની દુકાને ચલાવી લીધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. અરવિંદે કઈ દુકાન ઉપર નોટ ચલાવી લીધી તેની પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં તેણે કયા કયા સ્થળે નકલી નોટનો ઉપયોગ કર્યો છે તે દિશામાં પણ ધમધમાટ શરૂ કર્યો છે.
 પોલીસે દરોડો પાડ્યો ત્યારે પણ અરવિંદ નોટ છાપતો હતો
એસઓજીના પીઆઈ આર.વાય.રાવલના જણાવ્યા અનુસાર બાતમી મળ્યા બાદ પોલીસે અરવિંદના લક્ષ્મણ જુલા પાર્કમાં આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો તે વેળાએ પણ અરવિંદ નકલી નોટ છાપી રહ્યો હતો. પોલીસને જોઈ તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ થયો નહોતો.

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment