રાજુલા જાફરાબાદ પંથકમા નાના મોટા અનેક ઉદ્યોગો કાર્યરત છે જેને પગલે અહી મોટી સંખ્યામા વાહનોની અવરજવર રહે છે.

રિપોર્ટર (રાજુલા):- વિપુલ વાઘેલા
રાજુલા જાફરાબાદ પંથકમા નાના મોટા અનેક ઉદ્યોગો કાર્યરત છે જેને પગલે અહી મોટી સંખ્યામા વાહનોની અવરજવર રહે છે. ત્યારે અહીના હિડોરણા ચોકડી પાસે તો દરરોજ મોટી સંખ્યામા વાહનો આડેધડ પાર્ક કરાયેલા નજરે પડે છે. 

હિડોરણા ચોકડી પાસે પાછલા કેટલાક સમયથી આડેધડ વાહનો પાર્ક કરવામા આવી રહ્યાં છે. અહીથી પસાર થતા મોટા વાહનો અહી જ પાર્ક કરવામા આવતા હોય અહી આવેલ પોલીસ ચોકી પણ ઘણી વખત દેખાતી નથી. પોલીસ દ્વારા પણ જાણે કોઇ કાર્યવાહી કરવામા આવતી ન હોય તેમ અહી આખો દિવસ વાહનોના ખડકાયેલા જ રહે છે. અહી ભાવનગર તરફથી કે રાજુલા તરફથી આવતા વાહન ચાલકોને ઘણી વખત પોલીસ ચોકી પણ દેખાતી નથી. આ ઉપરાંત ત્રણેય બાજુના માર્ગો પરથી આવતા વાહનો પણ દેખાતા નથી. અહી મોટી સંખ્યામા વાહનોના ખડકલા જોવા મળી રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઇતેવી માંગ ઉઠી છે. 
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment