સુરતઃ માતા-પિતાના ઠપકાથી ડરી ઘર છોડી અમદાવાદથી સુરત ભાગી આવેલી બે કિશોરીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ

ચીફ બ્યુરો(સુરત):- નરેશ ડેર
સુરતઃ માતા-પિતાના ઠપકાથી ડરી ઘર છોડી અમદાવાદથી સુરત ભાગી આવેલી બે કિશોરીઓ સાથે લગ્નની લાલચે દુષ્કર્મ કરનારા બે આરોપીઓ સહિત કુલ પાંચને અત્રેની અદાલતે તકસીરવાર ઠેરવી સજા ફટકારી છે. દુષ્કર્મ કરનારાને સાત વર્ષ મદદ કરનાર દંપતી સહિત ત્રણને આઠ વર્ષ, દુષ્કર્મકરનારા એક આરોપીને સાત તો અન્ય એક મહિલા આરોપીને છ માસની કેદની સજા ફટકારી છે.
 મળતી માહિતી પ્રમાણે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી બે સગીરા પરિવારજનો તરફથી ઠપકો મળવાનાડરથી સાત વર્ષ અગાઉ ઘરેથી ભાગી છૂટી હતી. બંને મુઘ્ધા ઘરેથી ભાગી સુરત રેલવે સ્ટેશનને પહોંચી હતી. અહીં તેમને મુંબઇ સ્થિત બોઇસરના સંજય ભોગીલાલ ધામેચીયા સાથે ભેટો થયો હતો. ધામેચીયા દંપતીએ કિશોરીઓની આપવવીતિ સાંભળી બંનેને પોતાની જાળમાં ફસાવી હતી.
આરતી ધામેચીયાએ બંને કિશોરીઓને તેમના ભાઇઓ સાથે લગ્ન કરાવી આપવાની ખાતરી આપી સુરતથી મુંબઇ લઇ ગઇ હતી. અહીં લગ્નના નામે ઘરમાં ઢોંગ-ધતિંગ કરી માતાજીની મરજીથી મંજૂરી મળવવાના નામે કિશોરીઓને ઘરમાં કેદ કરી દીધી હતી.બંને સગીરાઓએ ઘરમાં ગોંધી રાખ્યા બાદ લાગ જોઇ ધામેચીયા પરિવાર એક કિશોરીના લગ્ન રવિ ભોગીલાલ ધામેચીયા અને બીજીના સુનિલ ભોગીલાલ ધામેચીયા સાથે ઘરમેળે લગ્ન કરાવી દીધા હતા. રવિ અને સુનિલ ધામેચીયાએ લગ્નના બહાને બંને કિશોરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મ કેસમાંસુરતની રેલવે પોલીસે અમદાવાદની બંને સગીરાઓનું અપહરણ કરી ઘમાં ગેરકાયદે ગોંધી રાખવા બદલ તથા લગ્નની લાલચે ફસાવી બળાત્કાર ગુજારવા બદા ધામેચીયા પરિવારના તમામ આરોપીઓ વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.બીજી તરફ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આ ગુનામાં કુલ નવ સામે ફરિયાદ નોંધી તપાસ હાથધરી હતી. આ કેસ અત્રેની સુરત જિલ્લા મુખ્ય નાયાધીશ આર.કે. દેસાઇની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને આઠ વર્ષની કેદની સજા ફટકારી હતી.
નરેશ ડેર સુરત
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment