મોરબીમાં ડો. બાબાસાહેબની ૧૨૮મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી

ચીફ બ્યુરો (મોરબી):- રફીક અજમેરી 
મોરબી મુસ્લિમ સમાજ,રાજકીય આગેવાનો,સામાજીક કાર્યકરો,અને દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી
 મોરબીમાં આજે ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૮મી જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી. જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા.
        મોરબીમાં આજે બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીની ૧૨૮મી જન્મજયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. આ શોભાયાત્રા સ્ટેશન રોડ , સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નહેરુગેટ ચોક, શાક માર્કેટ ચોક થઈને ગાંધી ચોક ખાતે વિરામ પામી હતી.જ્યા મોરબી મુસ્લિમ સમાજ,તેમજ રાજકીય આગેવાનો,સામાજીક કાર્યકરો,અને દલિત સમાજના આગેવાનો અને યુવાનોએ ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં લોકોએ જોડાઈને જય ભીમના ગગનભેદી નારા પણ લગાવ્યા હતા.

બાઈટ: મનુભાઈ સારેસા, દલિત સમાજ ના આગેવાન

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment