વલસાડ માં અંગારક ચોથ નિમિતે ગણેશયાગ અને નવચંડી યજ્ઞ સંપન્ન થયો.

રિપોર્ટર (સુરત) : જીગ્નેશ જોષી 
વલસાડ સિવિલ હોસ્પિટલ પાસે આવેલા જયરાજ પાર્ક માં કથાકાર પ્રફુલભાઇ શુકલ ના સાનિધ્ય માં ચાલી રહેલા ચેત્રી નવરાત્રી અનુસઠાન મા સુપ્રીમ કોર્ટ ના એડવોકેટ પ્રીતિબેન જીજ્ઞેશભાઈ જોષી ના યજમાન પદે અંગારક ચોથ નિમિતે શ્રી ગણેશયાગ અને નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.આ પ્રસંગે આશીર્વચન આપતા કથાકાર પ્રફુલભાઇ શુકલ એ કહ્યું હતું કે "અર્પણ,તર્પણ અને સમર્પણ હીન્દુસ્તાન ની સંસ્કૃતિ ના પાયા માં સમાયેલા છે" ત્યાગી ને ભોગવવું એ એનું મૂળ સૂત્ર છે. આજે નવરાત્રી ના ચોથા દિવસે માતાજી ના કુશમાંડા સ્વરૂપ નું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.જયરાજ પાર્ક મા ચાલી રહેલા દેવીઉપાસના ના આ અનુસઠાન મા માતાજી ની પ્રતિમા,જવારા તથા ઘટસ્થાપન ની દરરોજ રાજોપચાર મહા પૂજા થઈ રહી છે. જેમાં ભાવિક ભક્તો ઉત્સાહ થી ભાગ લઈ રહ્યા છે.આવતીકાલે પાંચમો નવચંડી યજ્ઞ મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સમિતિ ના તમામ પદાધિકારો ભાગ લેશે.૧૪ તારીખે અનુસઠાન ની પુર્ણાહુતી કરી ને માતાજી ની મૂર્તિ પ્રતિમા નું સમુદ્ર માં વિસર્જન કરવામાં આવશે.આ અનુસઠાન નું પુણ્યકાર્ય રાષ્ટ્ર સુખ શાંતિ અર્થે અર્પણ કરવામાં આવશે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment