સામખીયાળી માં નવ નિર્મિત બસ સ્ટેશન વિવાદો ના અંતે સુખરૂપ શરૂ થઈ ગયુ

રિપોર્ટર (સામખીયાળી) :- ધનસુખ ઠક્કર 


સામખીયાળી ગામના હાર્દ સમા જુના બસ સ્ટેશન વિસ્તારમાં   જર્જરિત બનેલા બસ સ્ટેશનને પાડીને નવા બસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ હતુ જે ત્રણ મહિના થી તૈયાર થઈ ગયેલ હતુ પણ અડચણ રૂપ દબાણોને કારણે શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો હતો લાંબી સમજાવટો પછી પણ ઘોચ માં પડેલા આ બસ સ્ટેશન ચાલુ થવાનુ મુહૂર્ત વારંવાર ઠેલાઈ રહયુ હતુ જેના કારણે મુશાફરોની હાલત પણ કફોડી બની હતી.
      અત્રે ઉલ્લેખનીય છે કે સામખીયાળી ગામ ને આજુબાજુ ના અંદાજે ચાલીસેક ગામડાઓ સાથે રાપર તાલુકાના મુશાફરો પણ સૌરાષ્ટ્ર તરફ જવા અહીંથીજ જવુ પડે છે આમ ચોવીસ કલાક ધમધમતુ આ બસ સ્ટેશન છેલ્લા ત્રણ મહિનાથી બંધ હોવાથી મુસાફરોને કાળઝાળ ગરમીમાં ઉભા રહી હેરાનગતિ ભોગવવી પડતી હતી જેના ઉકેલ માટે સામખીયાળી ગામના વહેપારી અગ્રણી શ્રી ધનસુખભાઇ ઠક્કર દ્વારા પ્રથમ મુશાફરોની સુવિધા માટે સ્વખર્ચે મંડપની વ્યવસ્થા કરવા સાથે ગ્રામ પંચાયતને ગત ૩૦ માર્ચ સુધી આ પ્રશ્નનો ઉકેલ ન આવેતો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી, તો ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે સાત દિવસ માં આ બસ સ્ટેશન ચાલુ કરવાની ધનસુખભાઇ ઠક્કરને લેખિત ખાતરી આપી ઉપવાસ આંદોલન ને રોકવા વિનંતી કરી હતી જેનો આજે સુખદ્ અંત આવ્યો હતો અને અંતે અડચણ રૂપ દબાણો દૂર કરી આજે આ નવ નિર્મિત બસ સ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યુ હતું.
        આ બાબતે સામખીયાળી પોલીસ દ્વારા સહયોગ આપી દબાણકારોને સમજાવટથી હટાવી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કર્યુ હતું.
         તો ગ્રામજનો દ્વારા પણ આ વિવાદિત પ્રશ્ન નો સુખદ અંત આવતા રાજીપો વ્યક્ત કર્યો હતો વહેપારી એશોશીયેશન પ્રમુખ શ્રી મોમાયાભાઈ બાળા તથા પુર્વ ઉપસરપંચ અમીનભાઈ રાઉમાએ આ બાબતે વહેપારી અગ્રણી ધનસુખભાઇ ઠક્કરની કામગીરીને બીરદાવવા સાથે સ્થાનિક મીડિયા ના ફાળાની પણ નોંધ લીધી હતી.

તો આ પ્રશ્નને લઈ સમગ્ર ગામમાં જાગૃતિ લાવનાર ધનસુખભાઇ ઠક્કરે મિડિયા અને તંત્ર સાથે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો, સામખીયાળી પોલીસ મથક ના પી.એસ.આઈ. આર. એમ. ઝાલા સેકન્ડ પી.એસ.આઈ., વાય. જે. ઝાલા અને ટ્રાફિક કોન્સ્ટેબલ નીતેશદાન ગઢવી સાથે પોલીસ સ્ટાફ દ્વારા સંતોષ કારક સહયોગ મળ્યો હતો.


Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment