*કરછ-મોરબી લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા ભચાઉ તાલુકાના પ્રવાસે*

ચીફ બ્યુરો(કચ્છ):- ધનસુખ ઠકકર
*ઠેર-ઠેરથી મળતા આવકાર સાથે કાર્યકરોમાં અવિરત ઉત્સાહ*
*કરછ સૌરાષ્ટ્રના સમન્વય સમી લોકસભાની કરછ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાએ આજે ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર પ્રવાસ કર્યો હતો.*
         *સમગ્ર દેશમાં લોકશાહીના પર્વને વધાવવાના ઉત્સાહ સાથે લોકસભાની બેઠક નંબર એક એવી કરછ લોકસભા બેઠકના મતદારો પણ આ પાવન પર્વને વધાવવા થનગની રહયા છે. ત્યારે આજે વર્તમાન સંસદ સભ્ય અને ૨૦૧૪ માં  પ્રજાની અશીમ લાગણી જીતવા માં સફળ રહેવા સાથે અઢી લાખથી પણ વધારે લીડ સાથે જીતીને કરછ માં સૌથી નાની ઉમરના સંસદ સભ્ય બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વિનોદભાઇ ચાવડા ફરી એકવાર ભાજપના મોભીઓનો વિશ્વાસ જીતવામાં સફળ રહેવા સાથે કરછ-મોરબી બેઠક ના ઉમેદવાર તરીકે પસંદગી પામીને પોતાનું પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે.*
        *સમગ્ર કરછ મોરબીના ઝંઝાવાતી પ્રચાર-પ્રવાસ સાથે આજે ભચાઉ તાલુકામાં સવારે નવ વાગ્યે  ચોપડવા ગામે આવી પહોંચ્યા હતા, તો દશ વાગ્યે ગેટવે ઓફ કરછ સામખીયાળી ખાતે એક કાર્યકર્તા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,* *સામખીયાળી ગામના હાર્દ સમા જુના બસસ્ટેન્ડ ની બાજુમાં આવેલી ધર્મશાળા ખાતે કાર્યકરોને આવકારતા ભચાઉ-ગાંધીધામ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીએ વિનોદભાઇ ચાવડાને બહુમતીથી જીતાડવાની અપીલ સાથે કોંગ્રેસની કરણી અને કથનીના બદલાતા સુરોને પ્રજા હવે ઓળખી ગઈ છે, જેને સવારે બોલાયેલા શબ્દો સાંજે યાદ નથી રહેતા એનો ભરોસો પ્રજા નહી કરે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર વિનોદભાઇ ચાવડાને આ વખતે અઢીલાખથી પણ વધારે ની લીડ સાથે જીતાડવાનું કાર્યકરોને આહવાન કર્યું હતું.*
       *આપણાં બાળકોને કેવુ ભવિષ્ય આપવું એ નક્કી કરવાનો સમય એટલે વર્ષ ૨૦૧૯ ની આ ચુંટણી દેશ કોના હાથોમાં સલામત છે? એ વિચારવાનો સમય એટલે વર્ષ ૨૦૧૯ ની આ ચુંટણી દેશને એક એવુ નેતૃત્વ મળ્યુ છે. જેના નેતૃત્વ હેઠળ પાંચ વર્ષ માં દેશેે કરેલી પ્રગતિ અનન્ય છે, હું તો માત્ર પ્રતિક રુપ છું એવુ જણાવી માન. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અત્યાર સુધી જાહેર કરેલી બસો જેટલી પ્રજાલક્ષી યોજનાઓને એકસાથે બોલી જનાર  આ મીતભાષી યુવા સાંસદ અને ઉમેદવાર વિનોદભાઇ ચાવડાને ઉપસ્થિત કાર્યકરોએ તાળીઓથી વધાવી લીધા હતા, એ સાથે શ્રી વિનોદભાઇ ચાવડાએ  ૨૦૧૯ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન પદે પહોચાડી દેશને મજબુત હાથોમાં સોપવાની  અપીલ કરી હતી.*
       *તો આ પ્રસંગે હાજર રહેલા જામનગર ના પ્રભારી મંત્રી અને કરછના લોકપ્રિય નેતા રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર દ્વારા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યાર સુધી સૌથી વધુ વાર એટલેકે ૮૯ વખત કરછની મુલાકાતે આવીને આપણા જીલ્લા પ્રત્યે  અશીમ લાગણી દર્શાવી છે તો પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને માન.  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ કરછ પ્રત્યે  અનન્ય ભાવના દર્શાવી છે ત્યારે ગુજરાતની છવીસે છવીસ સીટ પર કમળ ખીલાવી આપણા મોભીઓના હાથ મજબુત કરવાની અપીલ સાથે વિનોદભાઇ ચાવડા એ કરેલી કામગીરીને બીરદાવી આ લોકપ્રિય નેતા અને રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર દ્વારા વિનોદભાઇ ચાવડા ને ગત ટર્મ થી પણ વધારે લીડ સાથે જીતાડવાની હાકલ કરી હતી.*
       *આ પ્રસંગે કરછ મોરબી બેઠકના ઉમેદવાર શ્રી વિનોદભાઇ ચાવડા સાથે રાજયમંત્રી શ્રી વાસણભાઇ આહીર, માંડવી-મુંન્દ્રાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ-ભચાઉના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, પ્રદેશ ભાજપના અગ્રણી શ્રી અરજણભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી (૧૦૮), કે.ડી.સી.સી  બેંન્ક ડાયરેક્ટર શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા પંચાયતના સદસ્યા શ્રીમતી નાગલબેન બાળા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદિપસિંહ જાડેજા, ભચાઉ  તાલુકા ભાજપના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, ઉમીયાશંકર મારાજ, અવિનાશભાઇ જોષી, સાથે જીલ્લા કક્ષાએથી આગેવાનોએ હાજર રહી વિનોદભાઇ ચાવડા ની આ પ્રચાર સભાને સફળ બનાવી હતી, તો આ પ્રસંગે સામખીયાળી ના સ્થાનિક ભાજપના કાર્યકરો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા પૂર્વ સરપંચ શ્રી અમરાભાઇ બાળા, જગદીશભાઇ મારાજ, તાલુકા પંચાયતના સદસય શ્રી વિક્રમભાઈ કોલી, હરીભાઈ હેઠવાડીયા, ભચાઉ તાલુકા ભાજપ મિડિયાસેલ ના કન્વિનર શ્રી ધનસુખભાઈ ઠક્કર, વજેરામ મારાજ, એડવોકેટ કાનજીભાઇ બાળા, પ્રવિણભાઈ છાડવા, રમેશભાઈ ચૌહાણ, અબ્દુલભાઇ રાઉમા, સલીમભાઈ રાઉમા,નટુપુરી બાવાજી, મહાવીરસિંહ જાડેજા, હીરાભાઈ ચાવડા લલીયાણા, અજુભાઇ ડાંગર ધરાણા, વોંધ સરપંચ કાનજીભાઈ ચૌધરી, સાથે વિવિધ સમાજના અગ્રણીઓ એ હાજર રહી વિનોદભાઇ ચાવડાને બહુમતી થી જીતાડવા નો વિશ્વાસ વ્યકત કર્યો હતો.*

Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment