શામળાજી પોલીસ મથક માં એક જ ગેંગ ના પોલીસ કર્મીઓની નિમણુંક...???

રિપોર્ટર  સાબરકાંઠા/ અરવલ્લી  સુનિલસિંહ :
સસ્પેન્ડ થયેલા પી એસ આઈ ને એના એજ પોલીસ મથકે ફરજ અપાતા લોકોમાં ચર્ચા.

અરવલ્લી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક પ્રવુતિઓ પર રોક લાગી ગઈ છે.જેનું એક માત્ર કારણ છે નવ નિયુક્ત પોલીસ વડા મયુર પાટીલ. પરંતુ શામળાજી પોલીસ મથકે જાણે એકજ ગેંગ ના અને એક સાથે ફરજ બજાવી ચૂકેલા પોલીસ કર્મિયોંની જાણે જમાવડો કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.અને તેટલુંજ નહીં અગાવના પોલીસ મથકોમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા એમ પી ચૌહાણ ના પોલીસ મથકોના જ પોલીસ કર્મીઓને શામળાજી પોલીસ મથકમાં ફરજ અપાતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ થવા માંડી છે ત્યારે જીલ્લા પોલીસ વડા આ અંગે કોઈ તટસ્થ પગલાં ભરે અને પોલીસ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ પણ આ અંગે તપાસ હાથ ધરે તો કંઈક તથ્ય બહાર આવે તેવી પ્રબળ સંભાવના છે.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment