વિરમગામ પત્રકારોએ પ્રાત અધિકારી તથા ડી વાય એસ.પી ને આવેદન પત્ર પાઠવ્યુ

રીપોર્ટર
મુન્ના વ્હોરા વિરમગામ

વિરમગામ શહેરના હાર્દ સમાન મુખ્ય ગોળપીઠા બજાર વિસ્તારમાં તારીખઃ-૧૬/૦૧/૧૯ની સાંજે શહેરના અગ્રણી વેપારી પર બુકાની ધારી શખ્શે છરી વડે હુમલો કર્યાનો બનાવ ઘટ્યો હતો. જે બનાવના સમાચાર સ્થાનિક પત્રકારો ઇલેક્ટ્રોનીક/પ્રિન્ટ મિડીયા દ્વારા લેવામાં આવ્યા હતા. ગૂરુવારના રોજ પત્રકારો બનાવ સ્થળે પોલીસની હાજરીમાં કવરેજ કરવા ગયા હતા ત્યારે વિરમગામ ટાઉન પી.આઇ યુ.બી.ધાખડાએ પત્રકારને કામગીરી કરતા અટકાવવાની કોશિશ કરીને (વિરમગામ) અહિયાના પત્રકારો જ દોઢ ડાહ્યા છે જેવા શબ્દો ઉચ્ચારીને ધાક ધમકી સ્વરમાં અપમાનજનક વર્તન કર્યુ હતુ. જેને વિરમગામ પત્રકાર સંઘના તમામ ઇલેક્ટ્રોનીક/પ્રિન્ટ મિડીયાના પત્રકારો સખ્ત શબ્દોમાં વખોડી  અને પત્રકારો સાથે ધાક ધમકી ભર્યુ અસભ્ય વર્તન જે જવાબદાર સરકારી અમલદારને ન છાજે તેવુ વર્તન દાખવનાર પી.આઇ સામે યોગ્ય પગલા લેવા માંગ કરી હતી અને ભવિષ્યમાં પત્રકારો સાથે ફરી આવુ અપમાન જનક વર્તન કરવામાં ન આવે તેની તકેદારી રાખવામાં આવે અને જો અમોને ન્યાય નહી મળે તો ગાંધીચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેવી ચિમકી પત્રકારો દ્ધારા ઉચ્ચારવામા આવી હતી.
Share on Google Plus

About Abhivyakti Gujarat

0 Comments:

Post a Comment